ગુજરાત સરકાર અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદવા માટે રૂ. ૧૮૦૦૦ હજારની સહાય પુરી પાડશે.

અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય:


મિત્રો આજે તમને ગુજરાત સરકારની યોજના અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય વિશે માહિતી આપીશુ.

ગુજરાત સરકાર અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદવા માટે રૂ. ૧૮૦૦૦ હજારની સહાય પુરી પાડશે.અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય હેઠળ, અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપી રહી છે. આ યોજના ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

 

નવી યોજનાઓની જાણકારી માટે whatsaap groupમાં જોડાવાં માટે: અહિં ક્લિક કરો

Table of Contents :

  • અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાયની મુખ્ય વિશેષતાઓ
  • પાવર ડ્રીવન ચાફકટર નો ઉપયોગ
  • આ યોજના હેઠળ શું આવરી લેવામાં આવે છે?
  • પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય માટે પાત્રતા અને શરતો
  • અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય માટે કેવી રીતે અરજી કરવી?

ટેક્નોલોજીના સહારે ભારતીય ખેતીમાં સશક્તિકરણ

અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાયની મુખ્ય વિશેષતાઓ:

મિત્રો, અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય યોજના દ્વારા પશુ પાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી કરવા માટેનુ પ્રોત્સાહન પુરૂ પાડવા તેમજ આર્થિક રીતે પગભર થવા માટે જરૂરી મદદ કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

પાવર ડ્રીવન ચાફકટર નો ઉપયોગ:

પાવર ડ્રીવન ચાફકટર એ પશુઓને ખવડાવવામાં આવતાં ઘાસ-ચારાને કટીંગ કરવા માટેનું એક ટૂલ છે, જેની મદદથી પશુપાલક ઘાસ-ચારાના નાના ટુકડા કરી શકે છે જેથી ઘાસચારા નો બગાડ ઘટી શકે.

આ યોજના હેઠળ શું આવરી લેવામાં આવે છે?

આ યોજના હેઠળ પશુપાલકને એકમ યુનિટ દીઠ ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,હવે દરેક લોકોને માત્ર રૂ. 20માં રૂ. 2 લાખનો વીમો મળશે.

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય પાત્રતા અને શરતો:

૧) પશુપાલકે આઇ-ખેડુત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અથવા સંબંધિત તાલુકાનાં તાલુકાપશુ દવાખાના ખાતે ઓનલાઇન  રજિસ્ટ્રેશન કરાવવું જોઇશે.
૨) અનુસુચિત જનજાતિના ખેડુતો/પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકશે.
૩) પશુપાલક પાસે ઓછામાં ઓછા ૫ (પાંંચ) કે તેથી વધુ પશુઓ હોવા જોઇએ.
૪) સરકારશ્રી દ્વારા એમ્પેનલ કરેલ ઉત્પાદકનાં અધિકૃત વિક્રેતા પાસેથી ચાફકટર ખરીદ કરવાનું રહેશે.
૫) પાવર ડ્રીવન ચાફકટર ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે.
૬) પશુપાલક પાસે લાઈટ કનેક્શન હોવું જરૂરી છે.
૭) પશુપાલકે પશુઓને ચાફ કરીને જ લીલો-સુકોચારો નિરણ કરવાનો રહેશે.
૮) આ યુનિટની ખરીદીની સમય મર્યાદા ૬૦ દિવસની રહેશે. ત્યારબાદ અરજી અમાન્ય ગણાશે.
૯) નાણાનું ચુકવણું લાભાર્થીના આધાર લિન્ક્ડ બેંક એકાઉન્ટમાં  Direct Benefit Transfer Scheme માંં તબદીલ કરવાનું રહેશે.
૧૦) લાભાથીએ પોતાનો બેંક એકાઉન્ટ જણાવવાનો રહેશે.જેથી નાણા તેમા જમા થઇ શકે .
૧૧) The Right of Persons with Disabilities Act, 2016 ની Section-24 અને Section-37 ની જોગવાઈઓ અનુસાર સદર
યોજનામાં દિવ્યાંગો(માન્ય પ્રમાણપત્ર ધરાવતા)ને ૫% ની મર્યાદામાં અને તેમાં પણ દિવ્યાંગ મહિલાઓને યોગ્ય પ્રાધાન્યતા સાથે અનામતનો લાભ આપવાનો રહેશે. કોઈપણ કારણસર જો દિવ્યાંગ લાભાથીઓ પુરતા પ્રમાણમાં ન મળે તો યોજનાની શરતો પરિપુર્ણ કરતા અન્ય લાભાથીઓને લાભ આપવાનો રહેશે.
૧૨) યોજનાના સુચારૂ અમલીકરણ અંગેની સર્વ સત્તા તથા યોજનાના અમલીકરણમાં જરૂર જણાય તે મુજબ શરતો અને બોલીઓમાં સુધારા વધારા કરવાની સત્તા પશુપાલન નિયામકશ્રીને રહેશે, જે લાભાથીને બંધનકર્તા રહેશે.

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય માટે કેવી રીતે અરજી કરવી?

મિત્રો, અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય માટે અરજી કરવા માટે નીચે આપેલ પ્રક્રીયા કરવી પડશે.

  • સ્ટેપ ૧. સતાવાર વેબસાઇટની મુલાકાત લો,પછી હોમ પેજ ઓપન થશે.ત્યાં links નામના વિભાગમાં ‘વિવિધ યોજનામાં અરજી કરો’ ઓપ્સન પર ક્લિક કરો.

  • સ્ટેપ ૨. ત્યારબાદ નવું પેજ ખુલશે, એમાં નીચે મુજબ ચાર ઓપ્સન જોવા મળશે,ત્યારબાદ ‘પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો’ પર જઇને અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય ક્લિક કરવું,ત્યાર બાદ‘અરજી કરો’ પર ક્લિક કરવુ.                                                                                                                                                           
  • સ્ટેપ ૩. ત્યારબાદ જો તમે રજિસ્ટર્ડ હોય તો મોબાઇલ નંબર નાખી આગળ વધો.જે લોકો રજિસ્ટર્ડ ના હોય તેઓ ત્યાથી જ નવું રજિસ્ટ્રેશન કરી ને ફોર્મ ભરી શકશે.
  • સ્ટેપ ૪.  ઓનલાઇન અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ અરજી સેવ કરી લેવી,અરજી સેવ કર્યા બાદ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી લેવી અને અરજી ફોર્મની પ્રિંટ લઇ લેવી.
  • સ્ટેપ ૫.  લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.

    નોંધ: સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.

 

Leave a Comment