દરેક જગ્યાએ આપણી રસોઇમાં કોઇ ને કોઇ રીતે સામેલ હોય છે, પરંતુ જ્યારે ખાંડ ખાવાનું સંપુર્ણ બંધ કરીએ ત્યારે તમારા શરીરમાં શું શું ફેરફાર થાય છે? તેની તમને ખબર છે? આજે આપણે આ ફેરફારો વિશે કેટલીક માહિતી મેળવીશું.
- કેટલાકને શરીરમાં એક બે દિવસ સુસ્તી અને બેચેની અનુભવાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારું શરીર ઘણા સકારાત્મક ફેરફારોનો અનુભવ કરી શકે છે.
- સૌ પ્રથમ તો કેટલાક સમય માટે તમારા શરીરમાં કેટલાક ફેરફાર થશે તેના માટે તૈયાર રહેવું પડશે.
- આપણું શરીર ખાંડમાંથી મળતી ઝડપી એનર્જી મેળવવા માટે ટેવાયેલું બની જાય છે, એટલે આ એનર્જી સંપૂર્ણપણે બંધ થાય તો માથાનો દુખાવો, થાક અને ચીડિયાપણું જેવા સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે, આવું એટલા માટે થાય છે કારણ કે ખાંડ ડોપામાઇન નામના હોર્મોનને ઉત્તેજિત કરે છે, જેથી મગજને સારું લાગે છે, અને તેને દૂર કરવાથી સહેજ અસંતુલન થઈ શકે છે.
- જોકે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે થોડા દિવસોમાં આ લક્ષણો ઓછા થઇ જાય છે અને શરીર બીજા સ્થિર ઉર્જા સ્ત્રોત સાથે સમાયોજન સાધી લે છે.
- સમય જતા ખાંડ ખાવાની ઇચ્છા ઓછી થઇ જાય છે, ખાંડએ ડ્રગની જેમ જ એક પ્રકારની લત લગાડે છે, એટલે કે વારંવાર તેનું સેવન કરવાથી ખાવાની ઇચ્છા વધતી જ જાય છે. ખાંડને અચાનક જ આરોગવાનું બંધ કરીને તમે અનિવાર્યપણે રોજિંદા ચક્રને તોડી રહ્યાં છો. જો કે થોડા અઠવાડિયામાં, તમે તમારી જાતને સ્વાભાવિક રીતે તંદુરસ્ત અનુભવી શકશો અને તે ખાંડયુક્ત વાનગીઓ તમારા માટે કેટલી ઓછી આકર્ષક બની જાય છે તેનાથી તમને આશ્ચર્ય થશે.
- અચાનક જ ગળપણ વાળો ખોરાક ઘટતા બ્લડ સુગરમાં સામાન્ય વધારો થાય છે જે શરીરમાં સુસ્તી લાવે છે,પણ સારી બાબત એ છે કે ધીમે ધીમે આપણું શરીર જટીલ કાર્બોહાઇડ્રેટ્સ જેવા વધુ ટકાઉ ઉર્જા સ્ત્રોતો પર આધાર રાખવાનું શરૂ કરે છે.જેનાથી બ્લડ સુગરનું લેવલ સ્થિર થાય છે જેનાથી દિવસભર શરીર અદ્મ્ય સ્ફુર્તિમાં રહે છે.
- ખાંડ આપણાં આહારમાં બિનજરૂરી કેલરીનો વધારો કરે છે, અને તે કેલરી વજન વધારવામાં ફાળો આપી શકે છે. ખાંડયુક્ત પીણાં અને પ્રોસેસ્ડ નાસ્તાને દૂર કરીને, તમે આપમેળે તમારી કેલરીની માત્રામાં ઘટાડો કરી રહ્યાં છો,જેથી શરીરનું વજન આપમેળે કંટ્રોલ થાય છે.
- દાંતમા થતો સડો પણ ખાંડને આભારી છે.મોઢામાં રહેલા બેક્ટેરિયા ખોરાક માટે ખાંડ પર આધાર રાખે છે જે ઍસીડ પેદા કરે છે અને તેનાથી દાંતમાં સડો પેદા કરે છે.
- એક તારણ મુજબ વધુ ખાંડનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસ, હ્રદય રોગ અને અમુક કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમમાં વધારો કરે છે.
આપણા શરીરને યોગ્ય કાર્ય માટે થોડી ખાંડની જરૂર હોય છે. આ ખાંડ કુદરતી રીતે ફળો, શાકભાજી અને આખા અનાજમાંથી મળી રહે છે. આ ખોરાક કુદરતી શર્કરાની સાથે આવશ્યક વિટામિન્સ, ખનિજો અને ફાઇબર પૂરા પાડે છે, જે તેમને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવે છે.
ખાંડને ખોરાક્માંથી ઓછી કરવાની રીત…..
- એકદમ બંધ કરવાની નથી, અઠવાડિયા દરમિયાન ધીમે ધીમેધીમે ઓછી કરવી.
- પુષ્કળ ફળો, શાકભાજી અને તમામ પ્રકારનો ખોરાકનું સેવન કરવાની ટેવ પાડો.
- પ્રોસેસ્ડ ફુડનું સેવન ઓછુ કરો અને હંમેસા તેનું લેબલ ચેક કરો કે તેમાં કોઇ પણ પ્રકારની હિડન સુગર એડ કરેલી ન હોવી જોઇએ.
- હાઇડ્રેટેડ રહો: પુષ્કળ પાણી પીવાથી ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવામાં મદદ મળી શકે છે.
- યાદ રાખો, તંદુરસ્ત અભિગમ એ ચાવી છે. જરૂરી નથી કે તમારા આહારમાંથી સંપુર્ણપણે ખાંડને દૂર કરવી.