uttargujarattimes

તમારા કિચનમાં રહેલી સામગ્રીથી જ ત્વચાની કાળજી લો….

તમારા ચહેરાની રૂક્ષ ત્વચાને મુલાયમ કરી દેશે આ વસ્તુઓ જે તમારે બહાર લેવા જવાની જરૂર નથી,આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે રોજિંદા બ્યુટી કેરમાં અપનાવીને તમારી ત્વચાને નિખારી શકશો.

IMAGE SOURCE ISTOCK

 

હળદર

પીળી હળદર તમારી ત્વચા પર વાઘેલા ઘાને રૂઝાવવામાં મદદરૂપ બને છે,આ ઉપરાંત ચહેરા ઉપર થયેલ ખિલને ઝડપથી જ દૂર કરવામાં મદદરૂપ થાય છે,સાથે હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી (બળતરા વિરોધી ગુણ) હોવાથી તેનો ઉપયોગ કુદરતી ફેસમાસ્કની જેમ કરી શકાય છે.

IMAGE SOURCE : ISTOCK

 

મીઠું

રસોઇમાં તો સ્વાદ ઉમેરે જ છે,તેમજ ખાજ,ખરજવું,રૂક્ષ ત્વચા વગેરેમાં પણ ઉપયોગી બને છે.મીઠામાં પોટેશિયમ,મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે જે ત્વચા માટે ખુબજ ફાયદાકારક હોય છે.

IMAGE SOURCE : ISTOCK

 

કોફી

કોફી એક એક્સ્ફોબિયંટ છે,જે રક્તપ્રવાહમાં વધારો કરે છે અને ચામડીને ઢીલી અને કરચલીઓ પાડનાર ફ્રી રેડીકલ્સ સાથે લડવામાં મદદરૂપ થાય છે.

IMAGE SOURCE : ISTOCK

સંતરા અને લીંબુ

લીંબુ અને સંતરા વિટામીન C થી ભરપુર હોય છે.જે ચામડીને લગતા  ઇંફેક્સનથી લડવામાં મદદરૂપ થાય છે.આ ઉપરાંત ચામડીના રોમછિદ્રોને પણ સાફ કરે છે.

IMAGE SOURCE : ISTOCK 

 

મધ

ચામડી પર પડેલા દાગથી લઇને ખીલથી છુટકારો મેળવવા મધનો લેપ કરીને ચહેરા લગાવી શકાય છે.મધ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે

Exit mobile version