uttargujarattimes

રામ મંદીરના ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મહત્વની યોજના જાહેર

૨૨ જાન્યુઆરી  ૨૦૨૪ ના રોજ ભારતવાસીઓની વર્ષોથી રાહ જોવાઇ રહેલી મનોકામના પુર્ણ થઇ,સમગ્ર ભારતમાં જાણે દિપાવલી ના તહેવાર જેવી રોનક જામી હતી.ભારતનાં નાના મોટા શહેરો અને ગામડાઓને ઉત્સાહ્પૂર્વક શણગારવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદીરના ઉદ્ઘાટન બાદ અતિમહત્વની કહી શકાય એવી યોજનાની જાહેરાત કરી હતી,યોજનાનું નામ છે‌ ‌‌″પ્રધાનમંત્રી સુર્યોદય યોજના″ આ યોજના કેંદ્ર સરકાર દ્વારા શરુ કરવામાંં આવી છે, જેના અંતર્ગત અંદાજે દેશના ૧ કરોડ ઘરોની છતો ઉપર સૌર ઉર્જા પેનલો લગાવવામાં આવશે.જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળી બિલ ઓછું આવશે, આની સાથે જ ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની રાહ પર એક પગલું માંડશે.

ઇમેજ સોર્સ -tv9 ગુજરાતી

હાલમાં સરકારે આ યોજનાને લઇને કોઇ દિશા નિર્દેશ જારી કરેલ નથી,પરંતુ એવુ જાણવામાં આવ્યુંં છે કે જેમની  વાર્ષિક આવક રુ. બે લાખથી ઓછી હશે એવા લોકોને આ યોજના નો લાભ મળશે.

Exit mobile version