બોલીવુડ જગત માં હવે પ્રેક્ષકો આકર્ષવા માટે ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર કોઈને કોઈ કિમિયા કરતા અને નવા નવા પ્રયોગો કરી ને પ્રેક્ષકોને થિયેટર સુધી લાવવા માટે પ્રયત્નો કરતાં જોવા મળે છે
હવે જુનિયર NTR અને રિતિક રોશન વોર 2 માં જોવા મળશે…
જુનિયર એનટીઆર હવે બોલિવૂડમાં પોતાની હાજરી જમાવવા કરવા માટે તૈયાર છે. તે રિતિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પહેલીવાર સાઉથ અને બોલિવૂડની આ દમદાર જોડી પરફોર્મ કરશે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અને ફિલ્મમાં બંને સુપરસ્ટારનું પાત્ર કેવું હશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે.
સાઉથ અને બોલિવૂડનું જોરદાર સ્નેહ સંમેલન ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હવે જો કોઈ ફિલ્મ આવે છે તો તેમાં સાઉથ અને બોલિવૂડ સ્ટાર્સ એક્ટિંગ કરતા જોવા મળે છે. અગાઉ અજય દેવગન અને આલિયા ભટ્ટે ફિલ્મ RRRમાં કામ કર્યું હતું. આ સિવાય નાગાર્જુન ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યો હતો.
પહેલાં પાર્ટમાં થઈ હતી જબરદસ્ત કમાણી..
વૉર ફિલ્મને હૃતિકના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મમાં શરૂઆતમાં ટાઈગર શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં એક્ટરનું સ્થાન જુનિયર એનટીઆરે લીધું છે, કીયારા અડવાણી લીડ રોલમાં જોવા મળી શકે છે.
જુનિયર એનટીઆર સાઉથનો સુપરસ્ટાર છે અને ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRમાં તેની એક્શન બધાએ જોઈ છે. હવે ફિલ્મ વોર 2 પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી શકાય છે. હવે આગળ જોઇએ કે , જો લોકોને આ અદ્ભુત જોડી પસંદ આવે છે કે કેમ?