બજેટ ૨૦૨૪ની હલવા સેરેમનીમાંં નાણાંમંત્રી નિર્મલા સિતારામને ભાગ લીધો

ઇમેજ સોર્સ-મિંટ

૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અંતરીમ બજેટ જાહેર થશે,તેની અંતિમ ચરણની તૈયારીઓ શરુ થઇ ગઇ છે, જેના ભાગરૂપે ગઇ કાલે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં ભારતના નાણાં મંત્રી શ્રી નિર્મલા સિતારામને હાજરી આપી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓને પોતાના હાથે હલવો વહેંચ્યો હતો.
આની સાથે જ હવે બજેટ છપાવાની કામગીરી શરુ થશે અને અધિકારીઓને બજેટ રજુ થાય ત્યા સુધી નજર બંધ રાખવામા આવશે,જોકે પાછલા ત્રણ વર્ષથી પેપરલેસ બજેટ રજુ થાય છે.

યુનિયન બજેટ મોબાઇલ એપ 

બજેટને લગતા તમામ ડોક્યુમેંટ સંસદમાં બજેટ  સ્પીચ પત્યા પછી અહિ ઉપલબ્ધ થશે. આ એપ હિંદી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં એંડ્રોઇડ અને આઇઓએસ પ્લટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.આ ઉપરાંત તમે યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી ડાઉનલોડ કરી શકાશે.

યુનિયન બજેટ ૨૦૨૪ 

યુનિયન બજેટ ૨૦૨૪એ અંતરીમ બજેટ હશે કેમ કે આ વર્ષે લોકસભાની સામાન્ય ચુંટણી એપ્રિલ-મે મહિનામાં યોજવાની છે,ત્યારપછી જે નવી સરકાર બનશે એ પુર્ણ બજેટ રજુ કરશે.

Leave a Comment