કિડની ફેલ થવી કે કિડની નિષ્ફળ જવી, તે એક અતિગંભીર સ્થિતિ છે જ્યાં કિડની યોગ્ય રીતે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે આપણા શરીરમાં ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે.કિડની ની નિષ્ફળતાના લક્ષણોને ઓળખવા એ અતિ મહત્વનું અને પ્રાથમિક તપાસ માટે નિર્ણાયક સાબિત થાય છે.અહિ, આપણે વિવિધ લક્ષણોને જોઇએ કે જે કિડનીની નિષ્ફળતાની શરૂઆત સૂચવી શકે છે.
૧.પેશાબમાં ફેરફાર થવો:
કિડની ફેઇલ્યોરમાં શરૂઆતના લક્ષણોમાંનું એક લક્ષણ એટલે પેશાબની પેટર્નમાં ફેરફાર થવો. જે નીચે મુજબ હોઇ શકે છે.·
- વારંવાર પેશાબ થવો, જો રાત્રે વધારે થાય તો ચિંતાજનક ગણાય
- સતત પેશાબ આવવો પણ ઓછો આવવો.
૨.સોજા આવવા તથા શરીરમાં પ્રવાહીનો અટકાવ કે અવરોધ થવો:
શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવામાં કિડની મુખ્ય ભૂમિકા ભજવે છે, જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે શરીરમાં વધારાનું પ્રવાહી એકઠું થઈ શકે છે, જેનાથી શરીરના વિવિધ ભાગોમાં સોજા આવે છે.સામાન્ય રીતે આ સોજા પગ, પગની ઘૂંટી,અને આંખોની આસપાસ જોવા મળે છે.
૩. હાંફ ચઢવો કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી:
કિડની ફેઇલ્યોર એ એનિમિયાનું કારણ બની શકે છે, જેમા લોહીમાં લાલ રક્તકણ ઘટી જાય છે,. એનિમિયા ઓક્સિજન વહન કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે, જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે.
૪.શરીરમાં થાક અને નબળાઈ અનુભવવી:
જેમ જેમ કિડની લોહીમાંથી કચરાને સુદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે, તેમ ઝેરી પદાર્થોનો સંગ્રહ થાય છે, જેના કારણે શરીરમાં થાક અને નબળાઇ અનુભવાય છે.કિડની ફેલ હોય તેવા દર્દીઓને પુરતી ઉંઘ અને આરામ કર્યા પછી પણ સતત થાક અને નબળાઇ અનુભવાય છે.
૫.ઉબકા આવવા અને ઉલટી થવી:
લોહીમાં કચરાનો સંગ્રહ તેમજ સતત નવો કચરો ઉમેરાય છે જેના પરીણામે ઉબકા અને ઉલટી થાય છે.
૬. ચામડીના રંગમાં ફેરફાર થવો:
કિડની ફેઇલ્યોર એ શરીરની ચામડીના રંગમાં ફેરફાર કરે છે. નિસ્તેજ અને પિળાશ પડતી ચામડી થાય છે અને શરીરમાં ખંજવાળ પેદા કરે છે.
૭. હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થવી:
સ્વસ્થ કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત(નોર્મલ) કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કિડની ફેઇલ્યોર એ આ સંતુલનને બગાડે છે, જેના કારણે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, અને આ હાઈ બ્લડ પ્રેશર પણ કિડનીના નુકસાનમાં મહત્વનો ભાગ ભજવે છે.
આમ, કિડની ફેઇલ્યોરના લક્ષણોને ઓળખવું પ્રારંભિક સારવાર ગણી શકાય.જો તમે અથવા તમારા આજુબાજુ કે સ્નેહી સબંધીઓમાં અત્રે ઉલ્લેખિત લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ. શરૂઆતમાં જ જો કિડની ફેઇલ્યોર ના લક્ષણોને ઓળખી લઇએ તો કિડની ફેઇલ્યોરને અટકાવી કે પછી તેનાથી થતા નુકશાનથી બચી શકાય છે તેમજ અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે જીવનની એકંદર ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે.
નોધ- અહી આપવામાંં આવેલી તમામ માહિતી સંપુર્ણપણે સાચી તેમજ નિષ્ણાતની સલાહ છે તેવુંં માનવુ નહી,આપેલ માહીતીને અનુસરતા પહેલા જે તે વિભાગના નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.