મિત્રો આજે આપણે એવા ફળની ખેતી વિશે વાત કરવાના છીએ જેના થકી તમે દર વર્ષે આશરે રૂ.૧0 લાખથી લઇને ૧૫ લાખ સુધીની તમને કમાણી થશે,આજે આપણે બાગાયતી ખેતીમાં દાડમના ફળની ખેતીની વાત કરવાના છીએ.
જો તમારી પાસે ૧ એકર જમીન હોય તો અમે દાડમની ખેતી ખુબ જ સરળતાથી કરી શકો છો,
રોકાણ કેટલું થશે ?
સૌ પ્રથમ તો તમારે દાડમની ખેતી કરવા માટે દાડમનાં પ્લાન્ટ જોઇશે જેનો ભાવ બજારમાં પ્લાન્ટ દીઠ રૂ. ૨૦ થી લઈને રૂ. ૨૫ સુધી મળી રહેશે. હવે જો આપણે એક છોડ ૧૫ ફૂટ*૧૫ ફૂટમા વાવેતર કરીએ તો અંદાજે ૨૨૦ જેટલા પ્લાન્ટ જોઇએ, તો ૨૨૦*૨૫= રૂ.૫૫૦૦ થાય,પછી જમીન ખેડાણ ના અંદાજે રૂ.૧૦૦૦ થાય,ત્યારબાદ વાવેતર માટે મજુર દીઠ ખર્ચ રૂ. દિવસના ૫૦૦ લેખે ૫ મજૂરના રૂ.૨૫૦૦.આમ, આપણા ખેતરમા પ્લાન્ટ થી લાવવા થી લઈને લગાડવા માટેનો ખર્ચ રૂ.૮૦૦૦ થી લઇને ૧૦,૦૦૦ થાય,પછી પ્લાન્ટની માવજત કરવા માટે કુદરતી ખાતર નો વાર્ષિક ખર્ચ અંદાજે રૂ. ૨૦,૦૦૦ થી લઇને ૨૫,૦૦૦, આ ઉપરાંત પાણી અને અન્ય ખર્ચ જેમ કે મજૂર,ટ્રાન્સપોર્ટેશન ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦,તો ટૉટલ ૭૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી નો ખર્ચ થઇ શકે છે.
નોધ-આ ખર્ચમાં તમારા વિસ્તાર મુજબ વધ ઘટ થઇ શકે છે,અને એક વખત આ છોડ વાવેતર કર્યા પછી જો તમે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો તો આ છોડનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું હોય છે એટલે કે વાવેતરનો ખર્ચ એક જ વાર કરવાનો રહે છે.
જાત અને ઉત્પાદન કેટલું થાય ?
આપણે આ ઉદાહરણમાં સિંદુરી દાડમ જાતને ધ્યાનમાં લઇને ગણતરી કરેલ છે, હવે શરુઆતમાં દાડમની ખેતીમાં ૧ છોડ દિઠ ૨૦ થી ૨૫ કિલોનુ ઉત્પાદન મળી રહે છે, પછી જ્યારે છોડ પુખ્ત વયનો થાય ત્યારે છોડ દીઠ ૪૫ થી ૫૦ કિલોનું ઉત્પાદન આપે છે.
વળતર કેટલુ મળી રહે?
બજારમાં ઓર્ગેનિક ખેતી દ્વ્રારા પકવેલ દાડમ નો ભાવ નોર્મલ દાડમ કરતા બે થી લઈ ને અઢી ઘણો ભાવ મળી રહે છે એટલે કે કિલો દીઠ રૂ. ૧૦૦ થી ૧૨૦ મળી રહે છે,તો ૨૨૦*૫૦*૧૨૦ = રૂ. ૧૩,૨૦,૦૦૦ વાર્ષિક આવક ઉભી કરી શકો છો.
અન્ય આવક – આ છોડની કલમ કરીને તમે નર્સરી બનાવીને આ છોડનુ વેચાણ કરી શકો છો જેમાં તમે વાર્ષિક રૂ.૪,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ લાખની કમાણી કરી શકો છો.આ ઉપરાંત અનુકૂળતા મુજબ બીજા છોડ જેમ કે મોસંબી,નારંગી,ચિકૂ,લીંબુ,સફરજન જેવા છોડનું વાવેતર કરી ને બીજી વધારાની ૪,૦૦,૦૦૦ લાખ થી ૫,૦૦,૦૦૦ લાખની આવક મેળવી શકો છો.
માવજત -કુદરતી ખાતર નો ઉપયોગ અને ફળોને પક્ષીઓથી બચાવવા માટે નેટ નો ઉપયોગ કરી શકો છો જેમાં તમને સરકાર તરફથી સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.સિંચાઇ માટે પણ ડ્રિપ ઇરીગેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો,એમાં પણ તમને સરકાર દ્વારા સબસિડીની સહાય આપવામાં આવે છે.
The information provided on this blog is for general informational purposes only. We make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, reliability, suitability, or availability of the information contained on the blog for any purpose. Any reliance you place on such information is strictly at your own risk