uttargujarattimes

ચોમાસામાં દુધાળા પશુઓમાં જોવા મળતા કેટલાક પશુ રોગો અને તેની સારસંભાળ..

જાણો મોનોકલ્ચર ખેતી એટલે શું? જાણો તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ…

આપણાં વિસ્તારમાં વારંવાર જોવા મળતા અને કેટલાક જીવલેણ તથા દૂધ ઉત્પાદન ઘટાડી અને આર્થિક નુકશાન કરતાં પશુ રોગો વિષે વાત કરીશું.

ગળસુંઢો (એચ.એસ.)

આ રોગ ‘પેસ્ટ્યુરેલા મલ્ટોસિડા’ નામના બેક્ટેરિયાના ચેપથી થાય છે. આ બેક્ટેરિયા શ્વસન માર્ગના ઉપરના ભાગમાં હોય છે. ગાય અને ભેંસોમાં આ વધુ જોવા મળે છે. આ સિવાય ઘેટાં અને અન્ય પ્રાણીઓ પણ તેનો શિકાર બને છે. આ રોગ વરસાદની મોસમમાં વધુ ફેલાય છે.
લક્ષણ:
શરીરના તાપમાનમાં વધારો થાય, શરીરમાં સુસ્તી જણાય, ગળામાં સોજો આવે, ખોરાક ગળવામાં મુશ્કેલી થાય. આ કારણોસર પ્રાણી ખાવા-પીવાનું બંધ કરી દે છે. પ્રાણીને શ્વાસ ખરવા-મોવાસાની (એફ.એમ.ડી) તકલીફ થાય છે. કેટલાક પ્રાણીઓને કબજિયાત અને ઝાડા થવા લાગે છે. તબીબોના મતે જો સારવારમાં વિલંબ થાય તો બીમાર પશુ 6 થી 24 કલાકમાં મૃત્યુ પામે છે. ચેપી રોગોથી બચવા માટે, તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો અને વરસાદની ઋતુ પહેલા રસી અપાવવી.

ગાંઠીયો તાવ (બ્લેક ક્વાર્ટર):
આ રોગ મોટાભાગે ચોમાસાની ઋતુમાં પશુઓમાં થાય છે. મોટેભાગે વરસાદની મોસમમાં ફેલાય છે. તે ખાસ કરીને 6 મહિનાથી 18 મહિનાની વયના સ્વસ્થ વાછરડાઓને અસર કરે છે. તેને સુજવા પણ કહેવાય છે.
લક્ષણ:
આ રોગમાં પશુના પાછળના ભાગમાં સોજો આવી જાય છે. તે લંગડાવા લાગે છે. પ્રાણીનો આગળનો પગ પણ ફૂલી જાય છે. સોજો અન્ય ભાગોમાં પણ પહોંચે છે. પ્રાણીના શરીરનું તાપમાન 104 થી 106 ડિગ્રી ફેરનહીટ રહે છે. જેમ જેમ સોજો વધે છે, તેમ ઘા વધે છે અને સડવા લાગે છે. જો સારવાર ન મળે તો પશુ મૃત્યુ પામે છે. આ લક્ષણો માલૂમ પડે તો કાળજી લો. વરસાદ પહેલા પશુને રસી આપવી જોઈએ.

કાળિયો તાવ (એન્થ્રેક્સ):

આ પણ પ્રાણીઓમાં થતો ભયંકર ચેપી રોગ છે. આ રોગમાં પ્રાણી જલ્દી મરી જાય છે. ગાય અને ભેંસ ઉપરાંત આ રોગ ઘેટાં, બકરાં અને ઘોડાઓને પણ પોતાનો શિકાર બનાવે છે.
લક્ષણ:
આમાં બરોળ અત્યંત મોટી થઈ જાય છે. તાવ 106 ડિગ્રીથી 107 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચે છે. નાક, પેશાબ અને અન્ય ભાગોમાંથી લોહી આવવા લાગે છે. પેટ પર સોજો આવે છે. લક્ષણોના આધારે, પ્રાણીને ડૉક્ટરને બતાવવું જોઈએ અને રસીકરણ કરાવવું જોઈએ.

ખરવા-મોવાસા (એફ.એમ.ડી) :

તેને પગ અને મોં નો રોગ પણ કહેવામાં આવે છે. પ્રાણીઓમાં આ એક સામાન્ય રોગ છે. સામાન્ય રીતે મટી જાય છે, પરંતુ બેદરકારી દાખવવામાં આવે તો મૃત્યુ તરફ દોરી શકે છે. તેનો ચેપ ઝડપથી ફેલાય છે.
લક્ષણ:
પ્રાણી નબળું પડી જાય છે. આ રોગ અન્ય પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આ તાવમાં સૌપ્રથમ મોં અને પગમાં નાના ફોલ્લીઓ દેખાય છે. બાદમાં તે પાકે છે અને ઘા પડી જાય છે. પશુને ડોક્ટરને બતાવવું અને પણ રસી અપાવવી.

સરકારે ખરીફ પાક માટે એમએસપીમાં વધારાની જાહેરાત કરી, ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પ્રયાસ.

ક્ષય (ટ્યુબરક્યુલોસિસ):

ક્ષય રોગ મનુષ્યની સાથે પ્રાણીઓમાં પણ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં થતા ટીબી અંગે માણસોએ સાવચેત રહેવાની જરૂર છે. આ રોગ પ્રાણીઓ સાથે રહેવાથી અથવા બીમાર પશુઓનું દૂધ પીવાથી પણ મનુષ્યમાં ફેલાય છે.
લક્ષણ:
પશુચિકિત્સકો મુજબ પ્રાણી નબળું અને સુસ્ત બની જાય છે. ક્યારેક નાકમાંથી રક્તસ્ત્રાવ શરૂ થાય છે. સુકી ઉધરસ પણ થઈ શકે છે. ભૂખ નથી લાગતી. ફેફસામાં સોજો આવે છે. સલામતી માટે, બીમાર પ્રાણીઓને અલગથી બાંધો. ડૉક્ટરની સલાહ લેવી અને સારવાર લો.

આમ,ઉપર જણાવેલ લક્ષણો જોવા મળે તો તમારે પશુઓની વિશેષ તકેદારી રાખીને યોગ્ય સારવાર કરવી જોઇએ જેથી આપણને થતાં આર્થિક નુકસાનથી બચી શકાય છે.

Exit mobile version